Pages

My Blog List

Praniki Search

Monday, 1 February 2016

તમારી જન્મ તારીખ આધારે જાણો કેવું છે તમારું વ્યક્તિત્વ

જ્યોતિષ મુજબ તમે તમારા જન્મ તારીખના આધારે તમારા વ્યક્તિત્વના સબળા નબળા પાસા વિષે જાણી શકો છો.


લીડરશીપ 

કોઇ પણ મહિનામાં 1,10,19, 28 જન્મેલા લોકોની અંદર લીડરશીપના ગુણો હોય છે. અને તે લોકો કોઇના દબાવમાં આવીને કામ નથી કરી શકતા. આવા લોકો નેતા, બિઝનેસમેન અને પત્રકાર હોય છે.

વધુ પડતા સેન્સીટિવ 

કોઇ પણ મહિનાના 2,11,20,29 તારીખે જન્મેલા લોકો ખૂબ જ સેન્સિટીવ હોય છે. તેમને નાની નાની વાતે ગુસ્સો આવી જાય છે. તે અન્યાય સહન નથી કરી શકતા. મનથી ખુબ જ કોમણ હોય છે. અને જેને ચાહે છે તેને આજીવન ખુબ જ પ્રેમ કરે છે.

ક્રિએટિવ અને રોમાન્ટિક

કોઇ પણ મહિનામાં 3,12,21,30એ જન્મેલા લોકો ખૂબ જ ક્રિએટીવ હોય છે. તેમનો ક્રિએશન પાવર ખૂબ જ સારો હોય છે. અને તેના દમ પર તે સફળતા મેળવે છે.

મહેનતી અને ભાવુક

કોઇ પણ મહિનામાં 4, 13, 22, 31સે જન્મેલા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને આ કારણે તે લોકોના ખાસ અને પ્રિય હોય છે.

રોમાચંક અને આક્રમક


કોઇ પણ મહિનાની 5,14 અને 23મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ રોમાંચક અને હિંમત વાળા હોય છે. અને તેમની નીડરતાના કારણે તે ખૂબ જ લોકપ્રિય હોય છે.

ચંચળ, સ્માર્ટ અને હાજર જવાબી 

કોઇ પણ મહિનાની 6,15 અને 24મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ સ્માર્ટ અને હાજર જવાબી હોય છે. અને પોતાની આ જ ક્વોલિટી દ્વારા તે જીવનમાં સફળતા મેળવે છે.

બુદ્ધિમાન અને આધ્યાત્મિક 

કોઇ પણ મહિનાની 7,16 અને 25મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ઘિમાન અને આધ્યાત્મિક હોય છે. વળી તેમને જીવનમાં દરેક વસ્તુ ખૂબ જ સરળતાથી મળી જાય છે જેમને તેમણે કલ્પના પણ ના કરી હોય તે પણ.

પૈસાદાર અને મજાકિયા

કોઇ પણ મહિનાની 8,17 અને 26મી તારીખે જન્મેલા લોકોને પૈસા મામલે સારી સમજ હોય છે. અને તે જ કારણે તે જલ્દી ધનવાન બની જાય છે.

ફેમિલી મેન અને સાફ દિલ

કોઇ પણ મહિનાની 9,18 અને 27મી તારીખે જન્મેલા લોકો ફેમીલી મેન હોય છે અને પરિવારથી વધુ ના તે વિચારે છે ના સમજે છે. આવા લોકો ખૂબ જ લવિંગ હોય છે.

ધનવાન 

કોઇ પણ મહિનાની 1,10,19 અને 28મી તારીખે જન્મેલા લોકોમાં અંદરથી ધની બનવાના તમામ ગુણ હોય છે.

કેરિંગ 

કોઇ પણ મહિનાની 2,11,20 અને 29મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ કેરિંગ હોય છે અને માટે બધા તેમને ખુબ જ પસંદ કરતા હોય છે.